હાથશાળ વણકરો માટેની કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજના (ભારત સરકારની યોજના) | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

હાથશાળ વણકરો માટેની કેન્દ્રર પુરસ્કૃત યોજના (ભારત સરકારની યોજના)

દેશમાં ગ્રામીણ જનતાને રોજગાર પુરો પાડવામાં ખેતી પછી હાથશાળ આવે છે. આમ છતાં ગુજરાતમાં તેનો હિસ્‍સો નાનો છે. સુચિત યોજનાઓનો હેતુ મુખ્‍યત્‍વે લાભો સીધા જ વણકરોને મળે તે માટે પ્રાથમિક સહકારી મંડળીઓને સુદૃઢ કરવાનો છે. આમ છતાં કેટલાક લાભો જિલ્લા પ્રાંતિય અને રાજય સ્‍તરની મુખ્‍ય સહકારી મંડળીઓને પણ આપવામાં આવે છે. જયાં તેઓ પ્રાથમિક સહકારી મંડળીઓને ખરીદ વેચાણ અને અન્‍ય સહાય આપે છે. પરંતુ તે એક જ હેતુ માટે એક જ લાભાર્થીને બેવડો લાભ ન મળે તેની શરતને આધીન હોય છે.