(૧) પ્રસ્તાવના :-
ઉની ગાલીચા વણાટ અંગેની કામગીરીનો ઉદ્ભભવ ઇરાનમાં થયેલ હતો. ૧૭ મી સદીમાં તે સમયનાં મોગલ બાદશાહો દ્વારા આ કલા ભારતમાં લાવવામાં આવી હતી. ગુજરાત રાજયમાં ઉનનું ઉત્પાદન સારૂ હોવા છતાં અહીં તેના ઉપર પ્રક્રિયા થતી ન હતી. અંતિમ પેદાશના વધુ મૂલ્યોનો પુરેપુરો લાભ લેવાના ઉદ્દેશથી રાજયમાં ઉનીગાલીચા તાલીમ યોજનાનો કાર્યક્રમ સધન સ્વરૂપે હાથ પર લેવો જરૂરી જણાયો છે.
(૨) ઉદ્દેશ :-
આ યોજનાનો ઉદ્દેશ વિવિધ રજીસ્ટર્ડ સંસ્થાઓ/ સહકારી મંડળીઓ દ્વારા ગાલીચા વણવાની કળામાં રસ ધરાવતાં લોકોને તાલીમ આપવાનો છે. આ સંસ્થાઓ વધારે સંતોષકારક રીતે તાલીમ કેન્દ્ર ચલાવી શકે તેમજ તેમની કામગીરીને ઉત્તેજન મળે તે હેતુથી આ યોજનાનું આયોજન કરવામાં આવેલ છે.
(૩) તાલીમ કેન્દ્રનું કદ :-
એક શાળ ઉપર પાંચ તાલીમાર્થીઓને તાલીમ આપી શકાશે અને તાલીમ એકમોનું કદ ૨૫ તાલીમાર્થીઓ બરાબર પાંચ શાળનું રાખવામાં આવ્યું છે. એકમનું કદ તાલીમાર્થીઓને શિક્ષણ આપવાની શક્યતા અને નિષ્ણાંત કારીગરો અને તેના શિક્ષકોને ઇષ્ટતમ ઉપયોગ થાય તેના આધારે નક્કી કરવામાં આવ્યું છે.
(૪) તાલીમ કેન્દ્રનો સમયગાળો :-
સુધારેલા ઢાંચા મુજબ આ યોજના ફકત છ માસના તાલીમ વર્ગ માટેની છે.
(૫) સહાયક ગ્રાન્ટ :-
- આ ઉધોગમાં સારા નિષ્ણાંત કારીગરો, મેપરીડરો અને ડિઝાઇન બનાવનારાઓને આપવાના પગારમાં કુશળતા પ્રમાણે મોટો તફાવત રહે છે, જેથી યોજનાનો ઢાંચો અને વ્યવહારીક મુશ્કેલીઓ લક્ષમાં રાખીને જિલ્લા ઉધોગ કેન્દ્ર મારફતે કમિશનર કુટિર ઉધોગની પૂર્વ મંજૂરીથી સુચવ્યા પ્રમાણે સ્ટાફની નિમણૂક સંસ્થાએ કરવાની રહશે અને કૂલ મહેકમ ખર્ચ છે તેમાં કોઇ જાતનો વધારો થઇ શકશે નહીં.
- કેન્દ્ર મંજુર થયાની તારીખથી એક માસની અંદર ઈન્સટ્રકટર/સ્ટાફની નિમણૂક કરી જિલ્લા ઉધોગ કેન્દ્રને જાણ કરવાની રહશે.
- સંસ્થાને શાળો માટે સહાય, તાલીમાર્થીઓ માટે શિષ્યવ્રુતિ, ઈન્સટ્રકટર, કવોલીટી કંટ્રોલર, વહીવટી મેનેજર વગેરેના પગાર, મકાન ભાડા, સ્ટેશનરી, વાહનવ્યવહાર, પ્રવાસખર્ચ, શાળો રીપેરીંગ વગેરે માટે નાંણાકીય સહાય આપવામાં આવશે.
- કમિશનર કુટિર અને ગ્રામોઉધોગ સંસ્થાની વિગતો ઉપર દેખરેખ રાખશે અને તેમને સંસ્થાઓને જરૂરી સુચનો આપવાની સત્તા છે, સંસ્થા સંતોષકારક રીતે કામગીરી ન કરે તો અથવા તો કમિશનરના મંતવ્ય મુજબ સંસ્થાની કામગીરી નિયત થયેલ સિદ્ધાંતો મુજબ ન માલુમ પડે તો તે સંસ્થાને તાલીમ કેન્દ્ર માટેની ગ્રાન્ટ તે પછીના વર્ષ માટે બંધ કરી શકશે, અને સંસ્થાએ શાળો સાધન પેટે મળેલી સહાય તાત્કાલીક સરકારશ્રીને ભરપાઇ કરવાની રહશે.
(૬) નાંણાકીય જવાબદારી :-
પ્રથમ છ માસનું સત્ર:- લોખંડની આધુનીક શાળો. છ માસની તાલીમની મુદત માટે ધોરણસરની પાંચશાળો અને ૨૫ તાલીમાર્થીઓના એકમ માટે નાંણાકીય સહાયનું ધોરણ નીચે મુજબનું રહેશે.
ક્રમ
|
|
રકમ(રૂપિયા)
|
કૂલ રૂપિયા
|
૧.
|
શિષ્યવૃત્તિ
રૂ.૧૦૦૦ માસીક X ૬ માસ X ૨૫ તાલીમાર્થી
|
૧,૫૦,૦૦૦
|
૧,૫૦,૦૦૦
|
૨.
|
વહીવટીખર્ચ
|
|
૧,૪૭,૦૦૦
|
|
(૧) ઇસ્ટ્રકટર
રૂા.૪૦૦૦ માસિક પગાર x ૬ માસ x ૩ ઇસ્ટ્રકટર
(૨) ક્વોલીટી કંટ્રોલર કમ ઇસ્ટ્રકટર
રૂા.૬૦૦૦ માસિક પગાર x ૬ માસ x ૧ ઇસ્ટ્રકટર
(૩) મેનેજર કમ એકાઉન્ટન્ટ
રૂા.૩૦૦૦ માસિક પગાર x ૬ માસ x ૧ મેનેજર કમ એકાઉન્ટન્ટ
(૪)પટાવાળા કમ વોચમેન.
રૂા.૨૫૦૦ માસિક પગાર x ૬ માસ x ૧ પટાવાળા કમ વોચમેન (૫)પરચુરણ ખર્ચ.
રૂા.૧૦૦૦ x ૬ માસ
|
૭૨૦૦૦
૩૬,૦૦૦
૧૮,૦૦૦
૧૫,૦૦૦
૬,૦૦૦
|
|
૩.
|
અન્ય ખર્ચ.
|
|
૫૪,૦૦૦
|
|
(૧) મકાનભાડુરૂા.૩૦૦૦ x ૬ માસ
(૨) સ્ટેશનરી
(૩) શાળોના ફાઉંડેશનના તથા લાવવાના ભાડા પેટે
(૪) પ્રવાસ ખર્ચ
(૫) શાળ રીંપેરીંગ
(૬) ઉન વેસ્ટેજ
|
૧૮,૦૦૦
૪,૦૦૦
૮,૦૦૦
૬,૦૦૦
૮૦૦૦
૧૦,૦૦૦
|
|
૪.
|
શાળ વસાવવાનો ખર્ચ
|
|
૧,૨૫,૦૦૦
|
|
૫શાળોરૂા.૩૦,૦૦૦x૫=રૂ૧,૫૦,૦૦૦/-
જેમાં સરકારશ્રીની સહાય રૂ,૧,૨૫,૦૦૦+સંસ્થાનો ફાળોરૂ,૨૫,૦૦૦/-= રૂ,૧,૫૦,૦૦૦/-
|
૧૫૦,૦૦૦
|
|
|
|
|
એકંદર સરવાળો :- (૧+૨+૩+૪)
|
|
૪,૭૬,૦૦૦
|
(૭) માર્ગદર્શક સુચનો અને શરતો :-
(અ) તાલીમના મકાન માટે :-
(૧) સંસ્થાએ અંદાજીત ૫૦૦ ચો.ફુટનો વિસ્તાર ધરાવતુ મકાન ભાડેથી મેળવેલ હશે અથવા પોતાની પાસે મકાનની સગવડ હશે તો જ કેન્દ્ર મેળવવાને પાત્ર બનશે .
(૨) મકાન હવા ઉજાસવાળુ અને પ્રાથમિક સુવિધાવાળુ હોવુ જોઇએ
(બ) શાળો માટે :-
(૧) સંસ્થાને યોજનાના ઢાચામાં દર્શાવ્યા મુજબની આધુનિક શાળો વેપારી/ સપ્લાયર પાસેથી ખરીદ કરવાની રહેશે, તો જ સંસ્થા સહાયને પાત્ર બનશે.
(૨) ક્યા પ્રકારની કૂલ કેટલી શાળો સંસ્થાએ વસાવેલ છે તે અંગેની પુરેપૂરી વિગત સાથેનું પ્રમાણપત્ર સંસ્થાના સંચાલકે આપવાનું રહેશે અને તે અંગેની ખાતરી કર્યા બાદ પ્રમાણપત્ર ઉપર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર કમ ટેકનિકલ ઓફીસર/આઇ.પી.ઓ. એ પ્રતિ હસ્તાક્ષર કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીએ રજુ થાય ત્યાર બાદ જનરલ મેનેજર આ મળવાપાત્ર સહાય અને સંસ્થાનેચુકવી શકાશે.
(ક) સામાન્ય શરતો:-
(૧) આ યોજનામાં ફક્ત તાલીમ આપવાની થતી હોઇ ઉત્પાદન કેંન્દ્રચલાવવાના રહેતા નથી.
(૨) મંજુર કરેલ તાલીમ કેન્દ્ર ઉપર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું નિરીક્ષણ રહેશે તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની જરૂરી માહિતી તથા ઓડિટ થયેલ હિસાબો પુરા પાડવાની જવાબદારી સંસ્થા/મંડળીની રહેશે.
(૩) જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પૂર્વ મંજૂરી મેળવી ક્વોલીટી કન્ટ્રોલર અને ઇન્સ્ટ્રકટરોની નિમણૂંક સંસ્થાએ કરવાની રહેશે. કૂલ મહેકમ ખર્ચ જે યોજનામાં દર્શાવેલ છે તેમાં કોઇ જાતનો વધારો થઇ શકશે નહીં. કેન્દ્ર મંજુર થયાની તારીખથી એક માસની અંદર ઇન્સ્ટ્રકટરોની નિમણૂંક કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને જાણ કરવાની રહેશે. સંયુક્ત ખાતામાં રકમ જમા થયેથી એક માસમાં તાલીમ કેન્દ્ર શરૂ કરવાનું રહેશે.
(૪) ટ્રસ્ટ/સંસ્થા/મંડળીએ યોજનામાં દર્શાવ્યા પ્રમાણેની સહાય મળવાપાત્ર થશે. વધારાની રકમ સંસ્થા/મંડળીએ ભોગવવાની રહેશે.
(૫) કેન્દ્ર દીઠ સંસ્થા/મંડળીએ બેંક ધોરણે વ્યાજની રૂ. ૨૫,૦૦૦/- ની ડિપોઝિટ કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ નક્કી કરે તે રીતે આપવાની રહેશે. આ ડિપોઝિટની રકમ સંસ્થા સંતોષકારક રીતે તાલીમ વર્ગ ચલાવે ત્યાર બાદ ડિપોઝિટ પરત કરવામાં આવશે.,
(૬) ડીપોજીટ સંયુક્ત ખાતામાં ફરજીયાત જમા કરાવવાની રહેશે.
(૭) નીચેના સંજોગોમાં કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ કે તેમના તાબાની કચેરીના અધિકારીને યોગ્ય જણાય તે પ્રમાણે ડિપોઝિટની રકમ જપ્ત કરવા માટે હુકમ કરી શકાશે.
(અ) જો સંસ્થા કે મંડળી તેને મંજુર કરવામાં આવેલ કાર્પેટ કેન્દ્ર સંતોષકાર રીતે ના ચલાવે.
(બ) સંસ્થા કે મંડળી/બોર્ડ/કોર્પોરેશન નક્કી કરેલ ધારાધોરણ અનુસાર ના વર્તે.
(૮) એક નાણાકીય વર્ષમાં એક સંસ્થાને બે થી વધુ નવા તાલીમ કેન્દ્ર મંજુર કરી શકશે નહીં.
(૯) કોઇપણ નોંધાયેલ ટ્રસ્ટ કે સહકારી મંડળીને જિલ્લાઓમાં તેની નોંધણી થઇ હોય તે જિલ્લામાં જ પ્રથમ તાલીમ કેન્દ્ર આપી શકશે. તે સિવાય આપી શકશે નહીં. અનુભવી સંસ્થા/ મંડળીને અન્ય જિલ્લામાં તાલીમ માટે કેન્દ્રની મંજૂરી કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ આપશે.
(૧૦) જો કોઇ ટ્રસ્ટ કાર્પેટ સેન્ટર માટે માંગણી કરી હોય તો ટ્રસ્ટે નોંધાયા બાદ તેના ઉદ્દેશો અને હેતુઓની પરીપૂર્તિ માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી કામગીરી કરેલી હોવી જોઇએ. ત્રણ વર્ષના ઓડિટ હિસાબો રજૂ કરે ત્યારબાદ કાર્પેટ સેન્ટરની મંજૂરી માટે વિચારી શકાશે.
(૧૧) જો કોઇ સહકારી મંડળીઓ નવા કાર્પેટ સેન્ટરની માંગણી કરી હોય તો તે મંડળીએ પણ તેના ઉદ્દેશો અને હેતુઓની પરિપૂર્તિ માટે ઓછામાં ઓછા બે વર્ષ સુધી કામગીરી કરેલી હોવી જોઇએ. બે વર્ષના ઓડિટ હિસાબો રજૂ કરે ત્યારબાદ જ તે મંડળીને કાર્પેટ કેન્દ્ર મંજુર કરવાનું વિચારી શકશે. મંડળી અ કે બ વર્ગની હોવી જરૂરી છે. તેમજ એક જ સ્થળે ટ્રસ્ટ અને મંડળીની માંગણી/દરખાસ્ત આવે ત્યારે મંડળીને અગ્રીમતા આપવામાં આવશે.
(૧૨) છ માસની તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ થયા બાદ સંસ્થાએ ખરીદેલ શાળો તથા અન્ય સાધનો સંસ્થાની માલીકીના રહેશે.
(૧૩) નવી સંસ્થા/મંડળીને પ્રથમ તબક્કામાં એકથી વધારે તાલીમ કેન્દ્ર ન આપતા પ્રથમ એક વર્ષની કામગીરી જોયા બાદ અને તાલીમ પુરી થયા બાદ જ તે સંસ્થા/મંડળીને બીજા વર્ગ આપી શકાશે.
(૧૪) સ્ટાફની લાયકાત:-
(અ) મેનેજર કમ એકાઉન્ટન્ટ એસ.એસ.સી પાસ તથા હિસાબી અને વહીવટી કામકાજમાં જાણકાર તથા ત્રણ વર્ષના અનુભવી હોવા જોઇએ.
(બ) ક્વોલીટી કન્ટ્રોલર- ઉનીગાલીચા વણાટમાં કામગીરીમાં પાંચ વર્ષનો અનુભવ તથા ક્વોલીટી કન્ટ્રોલરની સંપૂર્ણ જાણકારી હોવી જોઇએ.
(ક) ઇન્સ્ટ્રક્ટર– ગાલીચા વણાટનો ઓછામાં ઓછી એક વર્ષની તાલીમ લીધેલી હોવી જોઇએ અથવા ગાલીચા વણાટનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
(૧૫) કાર્પેટ કેન્દ્ર મંજુર કરેલ સંસ્થાએ આપવામાં આવેલ શાળ, જેક, છરી,પંજા, કેચી વિગેરેની માલિકી તાલીમ સમય પુરતી સરકારશ્રીની રહેશે અને તેની જાળવણીની સંપૂર્ણ જવાબદારી જે તે સંસ્થા/મંડળીની રહેશે.
(૧૬) તાલીમવર્ગનો સમય ઉનીગાલીચા તાલીમા કેંદ્રના વર્ગોનો સમય જે તે મંડળી /સંસ્થાએ કમિશ્નર કુટિર અને ગ્રામોધોગના પરામર્શથી નક્કી કરવાનો રહેશે.
(૧૭) સંસ્થાને મળવાપાત્ર સહાય સિવાયની રકમ સ્વમૂડીથી અથવા લોનથી ઉભી કરવાની રહેશે.
(૧૮) યોજનાના સમય દરમ્યાન સંસ્થાની કામગીરી કરેલ સિદ્ધંતો મુજબ માલુમ ન પડે અને તેના કારણે કેન્દ્ર બંધ કરવાનું થાય ત્યારે સંસ્થા/મંડળીએ શાળો, જેક, છરી, પંજા, કેચી વિગેરે પેટે આપવામાં આવેલ સહાય તાત્કાલિક સરકારશ્રીને ભરપાઇ કરી આપવાની રહેશે.
(૧૯) આ સહાય તરીકે ભરપાઇ કરી આપવાની રકમની વસુલાત જમીન મહેસૂલ સહિતના નિયમ અન્વયે બાકી જમીન મહેસૂલ તરીકે કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા વસુલાત કરી શકશે.
સંપર્કઃ
(અ) જિલ્લા કક્ષાએ :- જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
(બ) રાજ્ય કક્ષાએ :- કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી, ઉદ્યોગ ભવન, ગાંધીનગર.