કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
આ વિભાગની પ્રવૃત્તિઓ શરૂઆતમાં મુળ રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર હસ્તક હતી. પરંતુ આ કામગીરીનો વ્યાપ વધવાથી તેના અમલીકરણ માટે અલગ તંત્ર ઉભુ કરવાનું જરુરી બનતા, સરકારશ્રીના ઉદ્યોગ, ખાણ અને ઊર્જા વિભાગના ઠરાવથી રાજય કક્ષાએ નિયામકશ્રી, કુટીર ઉદ્યોગ અને ઔદ્યોગિક સહકારની જગ્યા ઉભી કરી, નવુ તંત્ર ઉભુ કરવામાં આવ્યુ. ત્યાર બાદ આ ખાતાના વડા તરીકે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની જગ્યા સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવથી ઉભી કરવામાં આવી.